Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર : અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ

Live TV

X
  • બીજી તરફ પાકિસ્તાને પોતાની નાપાક હરકત યથાવત રાખતા ફરીથી યુદ્ધવિરામ ભંગનું ઉલ્લંઘન કર્યું

    દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગના વેરીનાગ-કાપરાન વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો અને આતંકવાદીઓ સાથે અથડામણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર સુરક્ષા દળોએ આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓને ઘેરી રાખ્યાં છે.જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPFનાં જવાનોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો છે. બીજી તરફ પાકિસ્તાને પોતાની નાપાક હરકત યથાવત રાખતા ફરીથી યુદ્ધવિરામ ભંગનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન દ્વારા વહેલી સવારે સાડા ત્રણ કલાકે અને સાડા પાંચ કલાકે પૂંચ અને રાજૌરી સેક્ટરમાં સરહદી જિલ્લાઓ પર આવેલી પોસ્ટ અને રહેણાંક વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન તરફથી પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં અને રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ભારતીય પોસ્ટ અને રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. તો ભારતીય જવાનોએ પણ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો. મહત્વપૂર્ણ છે પાકિસ્તાનની આ ફાયરિંગમાં ભારતીય સરહદે કોઈપણને નુકસાન થયું નથી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply