ડ્રોનનું પ્રમાણપત્ર સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ડ્રોન સર્ટિફિકેશન સ્કીમ જાહેર
Live TV
-
ડ્રોનનું પ્રમાણપત્ર સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે સરકારે ડ્રોન સર્ટિફિકેશન સ્કીમ જાહેર કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું કે, ઉદાર નિયમો, એર સ્પેસ મેપ, PLI સ્કીમ અને સિંગલ વિન્ડો ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ ભારતમાં ડ્રોન ઉત્પાદન ઉદ્યોગને મદદ કરશે. મંત્રાલયે કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં ભારતને વિશ્વનું ડ્રોન હબ બનાવવાની દિશામાં આ એક અસરકારક પગલું હશે.
સરકાર ભારતમાં ડ્રોન એરક્રાફ્ટ માટે વિશ્વની અગ્રણી મૈત્રીપૂર્ણ સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. આ ભારતીય ક્ષેત્રમાં ડ્રોનના સુરક્ષિત, કાર્યક્ષમ અને સરળ સંચાલન માટે ભૌતિક અને ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરશે. ડ્રોન ટેક્નોલોજી ઝડપથી વિકસી રહી છે. તે કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કટોકટીનાં પગલાં, પરિવહન અને જિયોસ્પેશિયલ માપન સહિત અર્થતંત્રના લગભગ તમામ ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
મંત્રાલયે કહ્યું કે,કેન્દ્રએ ડ્રોન રજીસ્ટ્રેશન અને ઓપરેશન માટે ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ બનાવ્યું છે. યુઝર્સે તેના પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને યલો અને રેડ ઝોનમાં દરેક ફ્લાઇટ માટે ઓનલાઈન પરવાનગી મેળવવી પડશે.
