Skip to main content
Settings Settings for Dark

BJP એ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી કરી જાહેર

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા હરિઓમ વર્માને અમનપુરથી અને ગુડિયા કઠેરિયાને ઓરૈયા બેઠક પરથી ઉમેદવાર રીકે પસંદ કર્યા છે.

    કોંગ્રેસ દ્વારા પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 23 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પાર્ટીએ પૂર્વ સાંસદ શેર સિંહ ગુબાયાના પુત્ર દાવિન્દર ગુબાયાને ફાજિલ્કા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી રાજિન્દર અને ભટેલના જમાઈ વિક્રમ બાજવાને સાહનેવાલથી અને રમત જીત સિક્કીને ખદૂર સાહિબથી ટિકિટ આપી છે.

     

    ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અને પંજાબમાં એક તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવાની સાથે જ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.  ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન 20મી ફેબ્રુઆરીએ 59 વિધાનસભા મતવિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પંજાબમાં એક જ તબક્કામાં ચૂંટણી થશે, અને તમામ 117 વિધાનસભા બેઠકો પર એકસાથે મતદાન થશે. પહેલી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો દાખલ કરી શકાશે અને બીજી ફેબ્રુઆરીએ ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ચોથી ફેબ્રુઆરી રહેશે. દરમિયાન, ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 58 વિધાનસભા મતવિસ્તારો માટે 10મી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply