દિલ્હીના રાજપથ ખાતે આજે કરવામાં આવી 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Live TV
-
રાજપથ ખાતે મુખ્ય સમારંભ સ્થાને દેશે સૈન્ય શક્તિ પ્રદર્શનની સાથે વિવિધતા ભરેલી સંસ્કૃતિના દર્શન પણ થયા હતા. સૈન્યની પાંખો કેન્દ્રના વિવિધ વિભાગે,રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 25 જેટલી ઝાંખીનું પ્રદર્શન થયું હતું, નૈકાદળની ઝાંખીમાં આત્મનિર્ભર ભારતનો વિચાર વહેતો થયો હતો. ડીઆરડીઓના ટેબ્લોમાં તેજસ વિમાન પર્દર્શિત થયું હતું. મેઘાલયની ઝાંખીમાં અર્થવ્યવસ્થામાં મહિલા યોગદાનના વિચારને વાચા આપવામાં આવી હતી. ગુજરાતની ઝાંખીએ પણ ભારે આકર્ષણ જન્માવ્યું હતું.100 વર્ષ પહેલાં સાબરકાંઠાના આદિવાસીઓએ બ્રિટીશ સરકાર સામે અવાજ ઉઠાવ્યો તેને ગુજરાતની ઝાંખીમાં વાચા આપવામાં આવી હતી.ગોવાએ પણ પોતાની ઝાંખીમાં રાજ્યના સાંસ્કૃતિક વારસાને વાચા આપી હતી. હરિયાણા, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક, જમ્મૂ કાશ્મીર અને છત્તીસગઢની ઝાંખીમાં દેશના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન થયું હતું.ઉત્તરપ્રદેશની ઝાંખીમાં કાશી વિશ્વનાથ મહાદેવ અને ગંગાના ઘાટોનું નિરૂપણ થયું હતું.પંજાબ અને મહારાષ્ટ્રની ઝાંખીએ પણ સર્વેનું ધ્યાન દોર્યું હતું. સંસ્કૃતિ મંજ્ઞાલયે મહર્ષિ અરબિન્દોની સ્મૃતિને તાજી કરાવતી ઝાંખીનું આોયોજન કર્યું હતું. ભારતભરમાં યોજાયેલી સ્પર્ધામાં પસંદગી પામેલા 15 રાજ્યોના 485 કલાકારોની પ્રસ્તુતિએ સર્વેને આંજી દીધા હતા.
