દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઘટાડો નોંધાયો,કોરોના વિરોધી વેક્સિનેશનમાં તેજી
Live TV
-
દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઘટાડો થયો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા 2 લાખ 55 હજાર 874 કેસ નોંધાયા છે. તો સામે 2 લાખ 67 હજાર 753 લોકો સાજા થયા હતા.જ્યારે 614 લોકોનાં મૃત્યુ થયા છે. દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 22 લાખ 36 હજાર 842 એ પહોંચી છે.ગત દિવસોની સરખામણીએ નવા સંક્રમિતોમાં લગભગ 6 હજારનો ઘટાડો થયો છે. ભારત કોરોના વાયરસ સામેની પોતાની લડત મજબૂતીથી લડી રહ્યું છે.કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો અને અનેક સંગઠનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.રસીકરણ મામલે ભારત ઈતિહાસ રચવાની સાથે ઝડપથી કામગીરી કરી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો 162 કરોડ 62 લાખને પાર કરી ગયો છે.
