73માં ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે નવા આકર્ષણ અને સૈન્ય શક્તિ પ્રદર્શન
Live TV
-
"વંદે ભારતમ" સ્પર્ધામાં પસંદગી પામેલા કલાકારો દ્વારા રજૂ થનારી પ્રસ્તુતિ આકર્ષણના કેન્દ્ર રહેશે
ભારતીય વાયુસેનાના 75 વિમાન અને હેલિકોપ્ટર ફલાયપાસ કરશે."વંદે ભારતમ" સ્પર્ધામાં પસંદગી પામેલા કલાકારો દ્વારા રજૂ થનારી પ્રસ્તુતિ આકર્ષણના કેન્દ્ર રહેશે.આ વર્ષે પરેડમાં કુલ 16 ટુકડીઓ ભાગ લઇ રહી છે.તેમાં ભૂમિદળની 6,નૌકાદળ અને વાયુસેનાની 1-1,કેન્દ્રીય સશસ્સ્ર પોલીસ દળના 4, દિલ્હી પોલીસની1, NCCની 2,તેમજ NSSની એક ટુકડીનો સમાવેશ થાય છે.વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિભાગોની 25 ઝાંખી,ગણતંત્ર પરેડમાં ભાગ લેશે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.સુરક્ષા માટે 27 હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત થયા છે. 300થી વધુ CCTV લગાવવામાં આવ્યા છે. આ વર્ષે ગણતંત્ર પરેડ નિહાળવા માટે ઑટો રીક્ષા ચાલકો, શ્રમિકો, સફાઇ કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કર્સના કેટલાક સમુહોને વિશેષ રૂપે નિમંત્રણ અપાયું છે
