Skip to main content
Settings Settings for Dark

તીડના ઝુંડનું હવે દિલ્હી-NCR વિસ્તારમાં આક્રમણ, તંત્રએ જાહેર કરી એડવાઈઝરી

Live TV

X
  • રાજસ્થાન અને મધ્યપ્રદેશની સાથે ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં નુકસાન પહોંચાડ્યા બાદ, તીડના ઝુંડે હવે દિલ્હી-NCR વિસ્તારમાં પહોંચ્યું છે. તીડનું ઝુંડ હરિયાણાના ઝજ્જર જિલ્લાના સરહદને પાર કરીને ગુરૂગ્રામમાં પ્રવેશ્યા હતા.

    ગુરૂગ્રામના કેટલાક વિસ્તારોમાં તંત્રની એડવાઈઝરી મુજબ લોકોએ થાળી વગાડી તેમજ ફટાકડા ફોડીને તીડના ઝુંડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારબાદ તીડનું ઝુંડ ગુરૂગ્રામના અન્ય વિસ્તારોમાં લાખોની સંખ્યામાં પહોંચ્યા હતા. ગુરૂગ્રામ બાદ તીડનું ઝુંડ હરિયાણાના પલવલ તરફ આગળ વધ્યું હતું. હરિયાણાના કૃષિમંત્રીએ શુક્રવારે જ મહેન્દ્રગઢ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ હતું અને તીડ પ્રભાવીત વિસ્તારમાં દવા છટકાવની કામગીરી પોતાની હાજરીમાં કરાવ્યું હતું.

    તો દિલ્હીમાં પ્રવેશી રહેલા તીડના ઝુંડના પગલે દિલ્હી સરકાર પણ સતર્ક થઈ ગઈ છે ,અને આપાતકાલ બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો. અને સંભવીત વિસ્તારોમાં અધિકારીઓને એલર્ટ રેહવાના આદેશ આપ્યાં હતાં. તો કેન્દ્રીય કૃષિ સહકારીતા અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ સંજય અગ્રવાલે જણાવ્યું હતું , દેશમાં તીડના નિયંત્રણમાં ભારત સરકાર રાજ્યો સાથે મળીને તાલ-મેલ સાધીને સંભવીત પ્રયાસ કરી રહી છે. જેના માટે ઈંગલેન્ડથી મશીન મંગાવવા ઉપરાંત , ડ્રોન તૈયાર કરીને તીડ પર કિટનાશક દવાઓનો છટકાવ કરવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply