ધોધમાર વરસાદને કારણે આસામના અનેક વિસ્તારમાં પુરની સ્થિતિ
Live TV
-
રાજ્યના 21 જિલ્લામાં સાડા ચાર લાખથી વધુ લોકો પુરથી પ્રભાવિત
આસામમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદના કારણે, આસામના 21 જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આસામમાં પુરથી અસરગ્રસ્ત થયેલાં લોકોની સંખ્યા શનિવારે વધીને 4 લાખ 62 હજાર 777 પર પહોંચી ગઈ હતી અને ગોલપાડા જિલ્લામાં વધુ 2 વ્યક્તિઓનાં મોત થયાં હતાં.
આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 18 લોકોનાં મૃત્યું થઈ ચુક્યાં છે. રાજ્ય સરકારે પુર પ્રભાવીત લોકો માટે 132 જેટલાં રાહત શિબિર કેન્દ્રો બનાવ્યા છે. જેમાં પુરપ્રભાવીત 19 હજાર 496 જેટલાં લોકો આશ્રય લઈ રહ્યાં છે. પુરના કારણે રાજ્યની અનેક નદીઓ ગાંડીતૂર બની છે , જ્યારે પુરના કારણે મોટી સંખ્યામાં ખેતરો અને કૃષિ પાકને નુકસાન થયું છે.
