પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત કરશે દેશને સંબોધિત
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 કલાકે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ કરશે. મન કી બાત માસિક કાર્યક્રમના 66મા સંસ્કરણનું આજે પ્રસારણ થશે.
આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર, તેનું પ્રસારણ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, આકાશવાણી અને દૂરદર્શન સમાચારની યૂ-ટ્યૂબ ચેનલ પર પણ , આ કાર્યક્રમ નિહાળી શકાશે. હિન્દી પ્રસારણ પછી તરત પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું પ્રસારણ કરવામાં આવશે.
