દર્દીઓનો સાજા થવાનો દર 42.89 ટકાથી વધીને 47.40 ટકા થયો : આરોગ્ય મંત્રાલય
Live TV
-
કોવિડ -19નો સામનો કરી રહેલા દેશ માટે ગઇકાલે રાહતભર્યા અહેવાલ આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ વીતેલા 24 કલાકમાં સક્રીય કેસોમાં પહેલી જ વાર ઘટાડો નોંધાયો હતો. સક્રીય કેસોની સંખ્યા પહેલી જ વાર 89 હજાર 987 થી ઘટીને 82 હજાર 396 થઇ હતી. કોરોના સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. દર્દીઓ સાજા થવાનો દર 42.89 ટકાથી વધીને 47.40 ટકા થયો છે. દેશમાં કોરોના બમણા થવાનો દર પણ ઘટ્યો છે. શુક્રવારે 1 લાખ 26 હજાર 842 નમૂનાની તપાસ થઇ હતી. દેશમાં કોરોના દર્દીઓને સમર્પિત કુલ 942 હોસ્પિટલ આવેલી છે.
