Skip to main content
Settings Settings for Dark

વંદે ભારત મિશન: બીજા ચરણની કામગીરી 13 જૂન સુધી ચાલતી રહેશે

Live TV

X
  • વંદે ભારત મિશન જોરશોરથી ચાલી રહ્યું છે. તેના બીજા ચરણની કામગીરી  13 જૂન સુધી ચાલતી રહેશે.સરકાર દ્રિતીય ચરણના અંત સુધીમાં 60 દેશોમાંથી એક લાખ કરતાં વધુ ભારતીય પ્રવાસીઓને સ્વદેશ લાવવાની યોજના ધરાવે છે. સરકારે જણાવ્યું છે કે અત્યારસુધીમાં 47 હજાર ભારતીયો સ્વદેશ પાછા ફરી ચુક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે  કુલ 3 લાખ 8 હજાર 200 લોકોએ ભારત પાછા ફરવા ભારતીય દૂતાવાસોમાં નોંધણી કરાવી છે. વંદે ભારત મિશનના બીજા ચરણમાં  60 દેશોમાંથી એર ઇન્ડિયાના 429 વિમાનો ભારતીયોને વતન પરત લાવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ મીશનમાં હવે ખાનગી વિમાની કંપનીને પણ સામેલ કરવામાં આવી છે. ભારતીયોને સ્વદેશ પરત લાવવા ચાર્ટર્ડ વિમાનોની સેવા પણ લેવાઇ રહી છે. ભારતીય નૌકાદળની મદદથી ચાર ખેપમાં ઇરાન, શ્રીલંકા અને માલદીવમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply