ભારતીય તબીબી સંશોધન પરિષદની કોવિડ-19ના સંક્રમણનું ઉંચુ જોખમ ધરાવતી વસતી પર સર્વેક્ષણ કરાવવાની સલાહ
Live TV
-
ભારતીય તબીબી સંશોધન પરિષદ- આઇ.સી.એમ.આર.એ કોવિડ-19ના વ્યાપનો અંદાજ મેળવવા રાજ્યોને સંક્રમણનું ઉંચુ જોખમ ધરાવતી વસતી પર સેરો- સર્વેક્ષણ કરાવવાની સલાહ આપી છે. તેમાં એ દર્દીનો પણ સમાવશ થાય છે કે જેમનામાં કોરોના વાયરસના લક્ષણો જોવા નથી મળ્યા. કોરોના વાયરસ સામેની લડતના આગળના વ્યૂહો વિષે વિચારણા કરીને આઇ.સી.એમ.આર.એ રાજ્યોને તે બાબતની જાણકારી મેળવવા અનુરોધ કર્યો છે કે સામાન્ય વસતી અને સંક્રમણનું ઉંચુ જોખમ ધરાવતી વસતી એમ બંનેમાં સંક્રમણ કેટલી હદે ફેલાયું છે.
