Skip to main content
Settings Settings for Dark

દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કોવિડ-19ની કન્ટેન્મેન્ટ રણનીતિ પર ચર્ચા

Live TV

X
  • નીતિ આયોગના ડો. વી.કે. પૉલ સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી બેઠકમાં દિલ્હીમાં કોવિડ-19ની કન્ટેન્મેન્ટ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતિ આયોગના ડો. વી.કે. પૉલ સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં નવા પ્રકારે સિમાંકન કરવું, તેનું કડકાઈથી નિરીક્ષણ કરવું તેમજ તેના પર નિયંત્રણ રાખવા સુચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંતા આ બેઠકમાં આરોગ્ય સેતુની મદદથી સંક્રમિતોની કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તેમને ક્વોરોન્ટાઈન કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. વધુમાં કન્ટેન્મેન્ટ ઝોનની બહાર આવેલા પ્રત્યેક આવાસોની યાદી બનાવવી અને નિરીક્ષણ કરવું, તેમજ દિલ્હીમાં સંક્રમણનો ફેલાવો તપાસવા માટે સેરેલૉજિકલ સર્વે પણ કરવામાં આવશે તેવું જણાવાયું હતું. આ સર્વેમાં 27 જૂનથી 10 જૂલાઈ વચ્ચે 20 હજાર લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગના પરિણામ આવ્યાં બાદ વ્યાપક રણનીતિ તૈયાર કરવાની પણ વાત કરાઈ હતી. આ ઉપરાંત આ યોજનાની મંજૂરીથી લઈને ટીમોની રચના અને નક્કર કાર્યવાહી કરવા માટે સમયપત્રક પણ નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ રણનીતિ લાગુ કરવાની સલાહ આપી છે. દિલ્હી સરકાર દરેક મૃતકના સંબંધમાં પરિસ્થિતિનું અવલોકન કરે તો પ્રત્યેક મૃત્યુની જાણકારી કેન્દ્રને મળી રહે તેવો પણ નિર્દેશ આપ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply