સેલવાસમાં કોરોનાના નવા ચાર કેસ નોધાયા, કુલ કેસ 59 થયા
Live TV
-
એક્ટિવ કેસ 33 જ્યારે 26 લોકોને ડિસ્ચાર્જ કરાયા, 14 સોસાયટીને કન્ટેઈન્મેન્ટ બફર ઝોનમાં ફેરવી
સંઘપ્રદેશ સેલવાલમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા આરોગ્ય વિભાગે સંક્રમણ અટકાવવા કાર્યવાહી શરૂ કરી છે..પ્રદેશમાં કોરોનાના કુલ કેસ 59 થયા છે..જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 33 છે..26 લોકોએ કોરોનાને મ્હાત આપી છે..જેઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે..આરોગ્ય વિભાગે સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરી છે..14 સોસાયટીને કન્ટેનમેન્ટ બફર ઝોનમાં ફેરવવામાં આવી છે..કલેક્ટર સંદીપ કુમાર સીંગે જણાવ્યું હતું કે પ્રદેશમાં કોરોના પોઝેટીવ દરદીઓની સંખ્યા વધી રહી છે,અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પૈકી 17 જેટલા કોરોના પોઝેટીવ આવ્યા હતા..તેઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતા ત્યાર બાદ એમાંથી બીજા અન્ય પોઝેટીવ આવ્યા હતા એ જોતા હવે લોકોએ પોતાનું ધ્યાન જાતે રાખવાયુ પડશે..સોશિયલ ડિસ્ટન્સિગ, માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા જેવા નિયમોને રોજિંદી આદત બનાવવી પડશે..દાદરાનગર હવેલીના એસપી શરદ દરાડેએ જણાવ્યું હતું કે થોડી છૂટછાટો મળતા લોકો ભૂલી ચુક્યા છે કે હજુ મહામારી ખતમ નથી થઈ. રોજ સાંજે 7 થી સવારે 7 સુધી કર્ફ્યુ લગાવાયો છે એ દરમ્યાન કોઈપણ વ્યક્તિ બહાર ફરતો મળશે એના વિરુધ્ધ કાર્યવાહી કરાશે તેમજ સોસાયટી , ગલ્લા પર એકત્રિત થવું નહિ.. આરડીસી અપૂર્વ શર્માએ જણાવ્યું હતું કે તમામ ફાસ્ટ ફૂડ લારી ગલ્લાના સંચાલકો ફક્ત પાર્સલ આપી શકે છે.. કોઈપણ વ્યક્તિ જેતે જગ્યાએ લારી પર ઉભો રહી ખાતો દેખાશે એ લારી ગલ્લા વાળા વિરુધ્ધ કાર્યવાહી કરાશે.. કલેક્ટરે જણાવ્યું હતું કે હાલ શાળાઓ બંધ રખાય છે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આવતા 3-4 દિવસોમાં પુસ્તકો આપવાનું શરૂ કરાય રહ્યું છે જેથી વિદ્યાર્થી જાતે પણ વાંચન કરી શકે પરિસ્થિતિ જોતા શાળાઓ ખોલવાની બાબતે અગાઉથી લોકોને જાણ કરશે
