વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, ભારત સહિતના વિશ્વના અનેક દેશોએ નિહાળ્યું
Live TV
-
ભૂજ, પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળે જોવા મળ્યું વલયાકાર સૂર્યગ્રહણ
મુંબઈ અને દિલ્હી સહિત દેશના અનેક શહેરમાં દેખાયું સૂર્યગ્રહણ- બપોરે 3 વાગીને 4 મિનિટે પૂર્ણ થશે સૂર્યગ્રહણ
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ છે, જેને "Ring Of Fire" પણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી ચંદ્ર પસાર થાય છે.
પશ્ચિમ આફ્રિકા, અરબ પ્રાયદ્વીપ, ભારત અને દક્ષિણી ચીનમાં Ring Of Fire એટલે કે સૂર્યગ્રહણ જોવા મળશે. સમગ્ર ભારતમાં અંતિમ તબક્કાનું સૂર્યગ્રહણ જોવા મળશે. જો કે દેશના કેટલાંક ભાગોમાં વલયાકારમાં આ સૂર્યગ્રહણ નિહાળી શકાશે.
રાજ્યનું ભૂજ દેશનું એવું પહેલું શહેર છે, જ્યાં ગ્રહણની શરૂઆત સવારે 9 વાગ્યે અને 58 મીનીટે થઈ હતી. જો કે ગ્રહણ 4 કલાક બાદ આસામના દીબ્રુગઢમાં 2 વાગ્યે 29 મીનીટ પર સમાપ્ત થશે. દિલ્હીમાં ગ્રહણ 10 વાગ્યે 19 મીનીટે શરૂ થયું હતું અને 1 વાગ્યે 48 મીનીટ પર સમાપ્ત થશે.
