દેશના 6 રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં નોંધાયો વધારો
Live TV
-
દેશના 6 રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર ગતિએ નવા કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે.આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, અને તમિલનાડુ છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 18,711 પોઝિટીવ કેસોમાંથી માત્ર આ 6 રાજ્યોમાં જ કુલ 84.71% કેસો નોંધાયા છે.જ્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1 લાખ 88 હજાર 747 થઈ છે.દેશમાં અત્યારસુધીમાં બે કરોડ 26 લાખથી વધુ વેક્સિન ડોઝ અપાઇ ચુક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ સોમવાર રાતે નવ વાગ્યા સુધીમાં મળેલા અહેવાલ મુજબ અત્યારસુધીમાં કુલ બે કરોડ 26 લાખ 85 હજાર 598 વેક્સિન ડોઝ અપાઇ ચુક્યા છે. તેમાં 70 લાખ 41 હજાર 584 હેલ્થકેર વર્કર્સનો પણ સમાવેશ થાય છે. તેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 37 લાખ 12 હજાર 906 હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 67 લાખ 73 હજાર 81 ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે તો 3 લાખ 13 હજાર 835 ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 60 વર્ષથી મોટી ઉંમરના 41 લાખ 85 હજાર 274 લાભાર્થીને પણ વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચુકયો છે. 45 વર્ષથી મોટી ઉંમરના છે અને ગંભીર બિમારીઓથી પીડિત એવા 6 લાખ 58 હજાર 918 લાભાર્થીને પણ વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે.