Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાથી રિક્વરી રેટ 65.44 ટકા, મૃત્યુદર 2.15 ટકા

Live TV

X
  • દેશમાં કોવિડ મહામારીને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પરીક્ષણ, નિરીક્ષણ અને ઉપચારની રણનીતિથી મૃત્યુ દર ઘટાડવામાં મદદ મળી રહી છે.

    દેશમાં કોવિડ મહામારીને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પરીક્ષણ, નિરીક્ષણ અને ઉપચારની રણનીતિથી મૃત્યુ દર ઘટાડવામાં મદદ મળી રહી છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં, 51 હજાર 255 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયાં છે, જ્યારે સંક્રમણના નવા 54 હજાર 735 કેસ ઉમેરાયા છે, તો 853 લોકોનાં મોત થયાં છે. જ્યારે એક હજાર દર્દીઓની જીનોમ્સ સિક્વન્સિંગ પૂર્ણ થઈ ચૂકી છે. જેના કારણે દેશના અલગ અલગ ક્ષેત્રોમાં કોવિડ-19 ના પ્રભાવને સમજવા માટે પ્રયાસ કરતાં શોધ કરનારાઓને મદદ મળશે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 68 લોકોનાં મોત થયાં છે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં 9 હજાર 601 કેસ નોંધાયા છે , આ ઉપરાંત તામિલનાડુ અને કર્ણાટકમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply