બિહારમાં પૂરને લઇને 49 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા
Live TV
-
બિહારમાં પૂરની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. 49 લાખ કરતાં વધુ વ્યક્તિઓ પૂરથી પ્રભાવિત થયા છે. બૂઢી ગંડક નદી સતત ભયજનક સપાટી કરતાં ઉપરથી વહી રહી છે. બિહારના 14 જિલ્લાના 112 તાલુકાના 1,043 પંચાયત વિસ્તાર પૂરથી પ્રભાવિત થયા છે.
બિહારમાં પૂરની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. 49 લાખ કરતાં વધુ વ્યક્તિઓ પૂરથી પ્રભાવિત થયા છે. બૂઢી ગંડક નદી સતત ભયજનક સપાટી કરતાં ઉપરથી વહી રહી છે. બિહારના 14 જિલ્લાના 112 તાલુકાના 1,043 પંચાયત વિસ્તાર પૂરથી પ્રભાવિત થયા છે. બિહારમાં મુંગેર અને દરભંગામાં બે તટબંધ તૂટી જવાથી સ્થિતિ વધુ ખરાબ બની છે. જ્યારે આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં કોઈ માનવજીવનના નુકશાનના કોઈ સમાચાર મળ્યા નથી જો કે હજુ 20થી વધુ જિલ્લાના 10.62 લાખથી વધુ પ્રભાવિત થયેલા છે. જ્યારે 122 રાહત શિબિરોમાં 29,220 વ્યક્તિઓએ આશ્રય લીધો છે. જ્યારે આસામનો કાજીરંગા નેશનલ પાર્કનો 55 ટકા હિસ્સો હજુ પણ જલમગ્ન છે.
