દેશમાં કોરોનાના 58,097 નવા કેસ નોંધાયા, ઓમિક્રૉનના દર્દીઓ 2,135 પાર
Live TV
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 15,389 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધી 3.43 કરોડથી વધારે દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. ગઇકાલે કોરોનાના કારણે 534 દર્દીઓએ જીવ ગુમાવ્યો.
દેશમાં કોરોનાથી રિકવરી રેટ હાલ 98.13 ટકા પર છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.24 ટકા તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.05% છે.
રસીકરણની વાત કરીએ તો, સોમવારે 96 લાખ 43 હજાર 238 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ દેશમાં કુલ રસીકરણનો આંકડો 147.72 કરોડને પાર પહોંચી ગયો છે.
ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ માટે 13,88,647 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 68.38 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
દેશમાં ઓમિક્રૉનના 2,135 કેસ સામે આવ્યા છે, જેમાંથી 828 દર્દી સાજા થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 653 અને દિલ્લીમાં ઓમિક્રૉનના 464 કેસ નોંધાયા છે.
