દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 41.61 ટકા થયો
Live TV
-
સરકારના આરોગ્ય મંત્રાલયના દાવા મુજબ, મૃત્યુ દર 3.3 ટકાથી ઘટીને 2.87 ટકા થયો છે,
ભારતમાં કોરોના સંક્રમણના 1 લાખ 45 હજારથીવધુ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસની હાલની સ્થિતિને જોતા સ્વાસ્થય મંત્રાલયે મંગળવારે દેશમાં સંક્રમણથી સાજા થનાર લોકોની ટકાવારી વધી હોવાની જાણકારી આપી છે. સ્વાસ્થ્ય
મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દુનિયાના બાકી દેશો કરતા ભારતમાં કોરોના વાયરસના કેસ ઓછા છે. સાથે જ મૃત્યુ દરમાં પણ ભારતની સ્થિતિ સારી છે. સ્વાસ્થય મંત્રાલયના કહેવા મુજબ કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં
કુલ 60,490 દર્દી સાજા થયા છે. રિકવરી રેટમાં પણ સુધાર આવ્યો છે. જે હાલ 41.61 ટકા છે. લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે મૃત્યુ દર પણ ઘટ્યો છે. આપણે ત્યાં મૃત્યુ દર 3.3 ટકાથી ઓછા થઇને 2.87 ટકા થયા છે
દુનિયામાં પ્રતિ લાખ જનસંખ્યા પર 4.4 મોત થઇ છે. જ્યારે ભારતમાં પ્રતિ લાખ જનસંખ્યા પર 0.3 મોત થઇ છે. જે દુનિયામાં સૌથી ઓછી છે. સ્વાસ્થય મંત્રાલયે મુજબ કોવિડ 19 પછી દેશભરમાં કરવામાં આવેલે લોકડાઉન અને
વ્યવસ્થાના કારણે આ શક્ય બન્યું છે.
