દેશમાં છેલ્લાં 24 કલાકમાં 18 હજારથી વધુ સ્વસ્થ થયાં,રિકવરી રેટ 63 ટકા
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક ટીમ આજે બિહારની સ્થિતિને લઈને રાજ્યની મુલાકાત લેશે
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે તો સામે સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં કોવિડ-19નો રિકવરી રેટ 63 ટકા જેટલો થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 6 લાખ 53 હજાર 750 દર્દીઓ સંપૂર્ણ રીતે સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થઈ ગયાં છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 18 હજારથી વધુઓ સ્વસ્થ થયાં છે.. જ્યારે નવા 37 હજાર 400 કેસ નોંધાયા છે.. તો 543 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.,., મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8 હજાર 348 કેસ નોંધાયા છે, જ્યારે 144 લોકોના મૃત્યું થયાં હતા.. ત્યાર બાદ તામિલનાડુમાં 4 હજાર 807 કેસ, કર્ણાટકમાં 4 હજાર 537 કેસ., આંધ્રપ્રદેશમાં 3 હજાર 963 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દિલ્હીમાં 1 હજાર 475 નવા કેસ ઉમેરાયા છે.. તો તેલંગાણામાં 1 હજાર 284 કેસ નોંધાયા છે.. હાલ દેશમાં 6 લાખ 77 હજાર 630 દર્દીઓ સંક્રમણ મુક્ત થઈને બિલ્કુલ સ્વસ્થ થઈ ચુક્યાં છે જ્યારે અત્યાર સુધીમાં 26 હજાર 828 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. આ તરફ સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કેટલાંક રાજ્યોએ ફરી લોકડાઉન અમલી બનાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક ટીમ આજે બિહારની સ્થિતિને લઈને રાજ્યની મુલાકાત લેશે.. કેન્દ્ર આરોગ્ય મંત્રાલય અને સરકાર સતત સતત બિહારની સ્થિતિ પર નજર રાખી રહ્યાં.. આ તરફ તિરૂવંનતપુરમાં 18 જૂલાઈથી 28 જૂલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. તો આસામમાં રાજ્ય સરકારે સોમવારથી તમામ છુટ આપવાનો નિર્ણય કર્યો છે. આસામમા વધતા જતા સંક્રમણના કેસને લઈને રાજ્ય સરકારે ત્રણ મહિના માટે લગાવેલા કડક લોકડાઉનનમાં સોમવારે હવે છુટ કેટલીક આપશે.. આ તરફ ઉત્તરાખંડમાં વધતા સંક્રમણના કેસને લઈને પ્રત્યેક શનિવાર અને રવિવારે પૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં 20 જૂલાઈની સવાર સુધી લોકડાઉન અમલી છે. ગોવામાં ત્રણ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તો ઉત્તરપ્રદેશમાં શુક્રવાર રાત 10 વાગ્યાથી લાગુ થયેલું મીની લોકડાઉન સોમવારની સવાર સુધી રહેશે.. તો બેંગલુરૂમાં એક સપ્તાહના લોકડાઉન દરમિયાન નિયમોને વધુ કડક કરી દેવામાં આવ્યાં છે.
