દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,724 કેસ નોંધાયા, 648 લોકોના મૃત્યું
Live TV
-
દેશમાં કુલ 28, 472 દર્દી સાજા થયા, દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 11, 92, 915 કેસ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37, 724 કેસ નોંધાયા... 648 લોકોના મૃત્યુ થયા...28, 472 દર્દી સાજા થયા....દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 11, 92, 915 કેસ નોંધાયા...કુલ 28, 732 લોકોના મૃત્યુ થયાં...કુલ 7, 53, 050 લોકો સ્વસ્થ થયાં...દેશમાં 4,11,133 લોકો કોરોનાથી સંક્રમિત...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું, કે, હાલ દેશમાં 4, 11, 133 લોકો સંક્રમિત છે. તો 7, 53, 050 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધી રહ્યો છે, દેશમાં મૃત્યુદર 2.43 ટકા છે. જે અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું, કે, દેશમાં ઓછા મૃત્યુદરનો શ્રેય એમ્સ તેમજ દેશના અન્ય ચિકિત્સકોને જાય છે. જોકે વધી રહેલ પોઝિટિવ કેસથી ગભરાવાની જરૂર નથી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે જેએમજી ટેકનોલોજી ગ્રુપની રચના કરવામાં આવી છે. જેમાં એમ્સના ડોક્ટર, આઇસીએમઆર, ડબલ્યુએચઓ ઇંડિયાના મેમ્બરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રુપ કોરોના સંબંધી રણનીતિ બનાવે છે. તો સાથે જ તેમણે ભારત સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે કરવામાં આવી રહેલ પ્રયાસોની પ્રશંસા કરી હતી.
