Skip to main content
Settings Settings for Dark

દેશમાં તીડ પર નિયંત્રણ માટે પ્રથમવાર હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા કામગીરી

Live TV

X
  • તીડ નિયંત્રણ અભિયાન હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ તેમજ હરિયાણામાં 1 લાખ 43 હજાર 432 હેક્ટર ક્ષેત્રમાં તીડ નિયંત્રણ અભિયાન ચલાવાયું

    દેશમાં તીડના અતિક્રમણના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.. પહેલી વખત હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા તીડ નિયંત્રણનું કામ કરવામાં આવી રહ્યું છે. ગત ત્રણ મહિના દરમિયાન પોણા ત્રણ લાખ હેક્ટરથી વધુના વિસ્તારમાં તીડ નિયંત્રણ અભિયાન ચલાવીને તીડના નિયંત્રણનું કામ કરવામાં આવી ચુક્યું છે. તીડ નિયંત્રણ અભિયાન હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ તેમજ હરિયાણામાં 1 લાખ 43 હજાર 432 હેક્ટર ક્ષેત્રમાં તીડ નિયંત્રણ અભિયાન ચલાવાયું છે.. રાજસ્થાનના રણ વિસ્તારમાં એક બેલ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેનાએ MI-17 હેલિકોપ્ટર દ્વારા તીડ વિરોધી પરીક્ષણ કાર્ય પણ પૂર્ણ કરી લીધું છે.. તીડના જુથ પર નિયંત્રણ લાવવા માટે દવા છટકાંવ વાહનો સાથે 60 ટીમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ તેમજ હરિયાણામાં તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારનાં 200થી વધુ કર્મચારીઓ પણ તીડ નિયંત્રણ અભિયાનમાં લાગેલા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply