પાકિસ્તાને કોરોનાથી સર્જાયેલી સ્થિતિનો ઉઠાવ્યો ગેરલાભ, ભારતે પાક.ને ખુલ્લુ પાડ્યુ
Live TV
-
UNOCTના વર્ચ્યુઅલ સંમેલનમાં ભારતે પાકિસ્તાન પર ખોટા અને દુર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવવાનો લગાવ્યો આરોપ
મંગળવારે ભારતે ફરી એકવાર વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું હતું.. ભારતે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે પેદા થયેલી સ્થિતિનો ખોટો ફાયદો ઉપાડતા પાકિસ્તાને સીમા પાર આંતકવાદને વેગ આપ્યો છે... આંતકવાદીઓએ સીમા પાર પોતાના સુરક્ષીત ઠેકાણાઓ પરથી ભારતમાં ઘુષણખોરીના અનેક પ્રયાસો કર્યા છે..ભારતીય પ્રતિનિધિત્વ મંડળના પ્રમુખ મહાવીર સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા જ્યારે આ મહામારી સામે લડવા એક સાથે આવી રહી છે., ત્યારે પાકિસ્તાન ભારત સામે ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક અભિયાન ચલાવી રહ્યું છે... ભારતે જણાવ્યું હતું કે, વિશ્વ સુમદાય પાકિસ્તાનમાં ચાલી રહેલાં આંતકવાદી સંગઠન વિરૂદ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા પર દબાણ કરે.. ભારતે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદીઓને સૈન્ય અને નાણાકીય મદદ પુરી પાડે છે., સાથે જ ભારતે વધુમાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાને પોતાના ધાર્મિક સાંસ્કૃ્તિક અલ્પસંખ્યકો સાથે સતત ભેદભાવ અને અત્યાચાર કર્યો છે.. ભારત વિરૂદ્ધ પાકિસ્તાનના ખોટા નિવેદનને ફગાવતા ભારતીય પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, અન્ય પર આંગળી ચીંધતા પહેલાં પાકિસ્તાન પોતાની દુર્દશા પર ધ્યાન આપે... દરમિયાન વિદેશ સચિવ હર્ષવર્ધન સિંઘલા અને અમેરિકાના અન્ડર સેક્રેટરી ઓફ પોલીટીકલ અફેર્સ ડેવિડ હેલેએ વર્ચ્યુલ પ્રકારે બંને દેશોના પરસ્પર મુદ્દે વાતચીત કરી હતી.. તેમણે ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી હેઠળ રાજનીતિક, આર્થિક, વાણિજ્યક ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ સહિત તમામ મુદ્દે ચર્ચા કરી હતી.. ભારત આ વર્ષના અંતે ટુ પ્લસ ટુ બેઠકની યજમાની કરશે.. કોવિડ-19 મહામારી અંતર્ગત ફાર્માસ્યુટિકલ અને વેક્સિન વિકાસ સહિત દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબુત કરવા પર પણ બંને દેશોએ સમજુતી દર્શાવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે વિઝા સુવિધા ઉપલ્બધ કરાવવા પારસ્પરિક સહયોગ વધારવા વાણિજ્યીક હિતોને વેગ આપવા પર પણ ચર્ચા કરી હતી..
