Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કોવિડ-19નો રિકવરી દર વધીને 61 ટકા થયો

Live TV

X
  • 4 લાખ 39 હજારથી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા

    ભારતમાં કોરોના સંક્રમણનો રિકવરી દર વધીને 61 ટકાને પાર થઈ ગયો છે..પ્રતિ 10 લાખ જનસંખ્યા પર ભારતમાં કોવિડ-19 ના કેસની સંખ્યા વિશ્વમાં ઘણા દેશોથી ખૂબ ઓછી છે..દેશમાં 4 લાખ,39 હજારથી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે પાછલા 24 કલાકમાં 15 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે..

    વિશ્વ આરોગ્ય સંસ્થાની 6 જુલાઈ 2020ની રિપોર્ટના મુજબ પ્રતિ 10 લાખ જનસંખ્યા પર ભારતમાં કોવિડ-19 ના કેસની સંખ્યા વિશ્વમાં ઘણા દેશોથી ખૂબ ઓછી છે..ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 505.37 કેસ સામે આવ્યા છે..જ્યારે આટલી જનસંખ્યા પર વિશ્વમાં સરેરાશ 1453.25 કેસ નોંધાઈ રહ્યા છે..ચિલીમાં પ્રતિ 10 લાખની જનસંખ્યા પર કોવિડ-19ના 15,459.8 કેસ સામે આવ્યા જ્યારે પેરુમાં 9070, અમેરિકામાં 8560 , બ્રાઝિલમાં 7419 અને સ્પેનમાં 5358 કેસ નોંધાયા છે..

    વિશ્વ આરોગ્ય સંસ્થાની રિપોર્ટ મુજબ પ્રતિ 10 લાખ જનસંખ્યા પર ભારતમાં મૃત્યુની સંખ્યા વિશ્વના ઘણા દેશોથી ઓછી છે..ભારતમાં પ્રતિ 10 લાખની જનસંખ્યા પર 14 લોકો મૃત્યુ પામ્યા..જ્યારે વિશ્વ સ્તરે આ સંખ્યા 68 થાય છે..બ્રિટનમાં પ્રતિ 10 લાખની જનસંખ્યા પર કોવીડ-19ના કારણે 65 લોકોના મૃત્યુ થયા, જ્યારે સ્પેનમાં 607, ઈટલીમાં 576, ફ્રાંસમાં 456 અને અમેરિકામાં 391 મોત થયા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply