Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં ઝોયા ખાનની CSC સલાહકાર તરીકે નિમણૂંક, ટ્વીટર પર કેન્દ્રીય મંત્રી રવિશંકરપ્રસાદે કહી આ વાત

Live TV

X
  • ઝોયા ખાન દેશના પહેલા ટ્રાન્સજેન્ડર બન્યા છે જેમણે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર જોઈન કર્યું છે.

    ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા દેશભરમાં કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવેલા છે. જે અંતર્ગત કોઈ પણ નાગરિક પોતાના સરકારી, અર્ધ સરકારી સહિત ખાનગી કચેરીના કામોને ઓન લાઇન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ઝોયા ખાનની સીએસસી સલાહકાર તરીકે નિમણૂંક કરાતાં ઝોયા ખાન દેશના પહેલા ટ્રાન્સજેન્ડર બન્યા છે જેમણે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર જોઈન કર્યું છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને ઝોયાની નિમણુક વિશે માહિતી આપી હતી. ઝોયા ખાન પહેલેથી જ સામાજિક કામો સાથે જોડાયેલા છે અને કોરોનાના કપરા કાળમાં તેણે હજારો લોકોને જમાડવા સહિત રાશન કીટનું વિતરણ પણ કર્યું હતું. જયારે તેઓ CSCનાં ડિસ્ટ્રિક્ટ મેનેજર આસિફ ખાન પઠાણ ના સંપર્કમાં આવ્યા ત્યારે તેમણે ઝોયા ખાનનો સામાજિક કામો પ્રત્યેનો લગાવ જોઈને તેમને CSC જોઈન કરવા કહ્યું અને CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટરની કામગીરી જાણ્યાબાદ ઝોયા ખાને તરત જ ઑફર સ્વીકારીને સીએસસી સાથે જોડાઈ ગયા. હતા. ઝોયા કહે છે કે હું તો પહેલે થી સામાજિક કર્યો સાથે જોડાયેલી હતી પરંતુ હવે મને અધિકૃત રીતે મારી કોમ્યુનિટી અને જરૂરમંદ લોકો ની સેવા કરવાની તક મળશે .હાલ તેઓ કોમન સર્વિસ સેન્ટરમાં ટેલી મેડિસિન સલાહકાર તરીકે જોડાયા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply