ધો.10 CBSEના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, તિરુવંતપુરમના વિદ્યાર્થીઓનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન
Live TV
-
સીબીએસઈ બોર્ડે આજે 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે આ અંગે જાણકારી આપી હતી. તેમણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ અને શિક્ષણની ગુણવત્તા જ અમારી પ્રાથમિકતા છે.
આ વર્ષે સીબીએસસીનું પરિણામ ગત વર્ષ કરતાં સારુ રહ્યું છે. આ વર્ષે પરિક્ષામાં 91.46 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. જોકે આ વર્ષે વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ પરિણામ રહ્યું છે. 93.31 ટકા વિદ્યાર્થીનીઓ જ્યારે કે 90.14 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
સમગ્ર દેશમાં તિરુવંતપુરમના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. જ્યાં 99.28 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યાર બાદ બીજા નંબર પર ચેન્નઈ અને ત્રીજા નંબર પર બેંગલોર રહ્યું છે. અન્ય સ્કૂલની સરખામણીમાં કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ વધુ સારુ રહ્યું છે.
સમગ્ર દેશમાં 41 હજારથી વધારે વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા છે. ગુજરાતમાં પણ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. તેમણે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
