Skip to main content
Settings Settings for Dark

વિશ્વ યુવા કૌશલ દિન પર PM મોદીએ કહ્યું, ''સ્કિલનો અર્થ છે કંઈક નવું શીખવું''

Live TV

X
  • કૌશલ ભારત મિશનની પાંચમી વર્ષગાંઠ અને વિશ્વ યુવા કૌશલ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કિલ, રિસ્કિલ અને અપસ્કિલનો આપ્યો મંત્ર-કહ્યું, આજના સમયમાં યુવાનોની સૌથી મોટી શક્તિ છે તેમની સ્કીલ-તેને વધારવાની ન છોડો એક પણ તક-સ્કીલ વધારવા દેશમાં અનેક કેન્દ્ર ખોલવામાં આવ્યા.

    વિશ્વ યુવા કૌશલ દિવસ અને સ્કીલ ઈન્ડિયા મિશનની પાંચમી વર્ષગાંઠના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આજના કોરોના કાળના સમયમાં બિઝનેસ અને બજાર ઝડપથી બદલી રહ્યું છે, જેના પર રિલેવન્ટ રાખવાનો મંત્ર આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કીલ, રિસ્કિલ અને અપસ્કિલનો મંત્ર આપ્યો હતો.

    પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, સ્કિલ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. સફળ વ્યક્તિની એ નિશાની હોય છે કે, તે સ્કીલ વધારવા માટે એક પણ તકને જવા દેતો નથી અને નવી-નવી તકો શોધતો રહે છે. કંઈ શીખવાની ઉત્સુકતા ન હોય તો જીવન અટકી જાય છે. સ્કિલ પ્રત્યે આકર્ષણ જીવવાની તાકાત આપે છે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નાની-નાની સ્કિલ જ આત્મર્નિભરનો પાયો બનશે.

    આજની સદીમાં યુવાઓની સૌથી મોટી તાકત સ્કીલ જ છે. પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે, આજે દેશમાં યુવાઓનાં કૌશલ્ય વિકાસ માટે અસંખ્ય આઈટીઆઈ સંસ્થાઓ વધારાઈ છે અને તેમા પણ લાખો બેઠકોનો ઉમેરો કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply