Skip to main content
Settings Settings for Dark

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશ બનશે સશક્ત: પીએમ

Live TV

X
  • નવી શિક્ષણ નીતિમાં ‘હાઉ ટુ થિંક’ પર અપાશે ખાસ ભાર

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારણા પર આયોજીત સંમેલનને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પોતાની વાત મૂકી હતી. 34 વર્ષ બાદ બદલાયેલી શિક્ષણ નીતિ અંગે પીએમએ જણાવ્યું કે, ભારતને મજબુત બનાવવા માટે આ શિક્ષણ નીતિમાં તેને વિકાસની નવી ઉંચાઇ પર લઈ જવા માટે વિશેષ ભાર મૂકાયો છે. સાથે જ તેમણે કહ્યું કે, બાળકોના ઘરે બોલાતી ભાષા અને સ્કૂલમાં અભ્યાસની ભાષા એક જ હોવાથી બાળકોના શીખવાની ગતિ શ્રેષ્ઠ હોય છે. આથી જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી પાંચમા ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં જ અભ્યાસ પર સહમતિ આપવામાં આવે. જેથી કરીને બાળકોનો પાયો તો પાકો થશે જ સાથોસાથ આગળના અભ્યાસ માટેનો પાયો વધુ મજબૂત થશે. આ ઉપરાંત PMએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ દેશની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક વૈશ્વિક મૂલ્યો પર ખરા ઉતારવામાં સક્ષમ છે. સાથે જ તેમણે કહ્યું કે, અત્યાર સુધી આપણી શિક્ષણ વ્યવસ્થામાં વોટ ટુ થિંક પર ફોકસ કરી રહ્યું છે, જ્યારે આ શિક્ષણ નીતિમાં હાઉ ટુ થિંક પર ભાર અપાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ પુસ્તકોનો બોજ પણ ઓછો કરાશે. પીએમે કહ્યું કે શિક્ષણ નીતિમાં પ્રયાસ કરાયો છે કે, જે લાંબા સિલેબસ હોય છે, ઢગલાબંધ પુસ્તકો હોય છે તેની જરૂરિયાત ઘટાડવામાં આવે. હવે પ્રયત્ન એ રહેશે કે, બાળકોને શીખવા માટે ડિસ્કવરી બેઝ્ડ, ઇન્કવાયરી બેઝડ, ડિસ્કશન બેઝડ અને એનાલિસિસ બેઝડ એજ્યુકેશન પર ભાર આપવામાં આવે. જેથી કરીને બાળકોમાં શીખવાનો ઉત્સાહ વધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply