Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 40મી જીએસટી બેઠકની કરશે અધ્યક્ષતા

Live TV

X
  • લોકડાઉન પછી પહેલીવાર મળશે આ બેઠક---રાજ્યના નાણામંત્રી પોતાના રાજ્યોની મહેસુલની સ્થિતિ અંગે કરી શકે છે રજૂઆત

    નાણામંત્રી નિર્મલા સીતારમણ વિડિયો કોન્ફરન્સ દ્વારા નોર્થ બ્લોકમાં જીએસટીની 40 મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં રાજયોના નાણામંત્રીઓ દ્વારા જીએસટીના ક્રિયાન્વયનના પગલે મહેસુલી નુકસાનની વિગતો રજુ થાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન બાદ જીએસટી પરિષદની પ્રથમ બેઠક મળી રહી છે. બેઠકમાં મહેસુલી ઘટાડાના મુદ્દે ચર્ચા થવાની શકયતા છે. આ વર્ષે 14 માર્ચે પરિષદની છેલ્લી બેઠકમાં નિર્મલા સીતારમણે કહયું હતું ,કે કેન્દ્ર સરકાર વળતરની રકમ પુરી કરવા જીએસટી પરિષદ દ્વારા બજારમાંથી લોન મેળવવા કાયદાકીય વિચારણા કરશે. સાથે આશા છે કે આ અમલીકરણ થી રાજયોને થતાં નુકશાનની ભરપાઇ માટે નાણા એકત્રીત કરવાની દિશામાં વિચાર કરશે. આ બેઠકમાં રીટર્ન ભરવાનો સમયગાળો જુન થી લંબાવવામાં આવશે કે કેમ તે અંગે પણ ચર્ચા થશે. આ બેઠકમાં રાજયોને થતાં નુકશાનની ભરપાઇ કઇ રીતે કરવી તે અંગે પણ વિચારણા થઇ શકે છે. કેન્દ્ર સરકારે રાજયોને 15 હજાર કરોડની યોજના વળતર તરીકે આપવાની જાહેરાત કરી હતી. જોકે રાજયોને વધુ નુકશાન થતું હોવાથી તેઓ વધુ માંગ આ બેઠકમાં કરી શકે છે. આ બેઠકમાં આવશ્યક વસ્તુનું ઉત્પાદન લોકડાઉન બાદ શરૂ થયું છે. તેમા પણ જીએસટી ઘટાડવાની આશા છે. જેમા પીપીઈ કીટ, માસ્ક, સેનેટાઇઝરને વધુ સસ્તું કરવા માટે જીએસટી રેટમાં ઘટાડો કરવો જોઇએ કે કેમ તે અંગે આ બેઠકમાં વિચાર થઇ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply