Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કાંઠા વિસ્તારમાં ત્રાટક્યું મહા ચક્રવાત અમ્ફન

Live TV

X
  • હવામાન વિભાગે કહ્યું ઉત્તર,. ઉત્તર-પૂર્વની દીશામાં અમ્ફન વધી રહ્યું છે આગળ. NDRFએ કહ્યું પશ્ચિમ બંગાળમાંથી 5 લાખથી વધુ અને ઓડિશામાંથી 1 લાખ 60 હજાથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા.

    પ્રચંડ શક્તિશાળી વાવાઝોડું અમ્ફન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં હતિયા દ્વિપની વચ્ચે ત્રાટકી ચુક્યું છે. તેની સાથે જ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ ખાબક્યો છે. સુંદરવન., દીઘા, અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. તો કેટલાંક વૃક્ષો પણ ધરાશાઈ થઈ ગયાં છે. આ અંગે NDRFએ જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. તો ઓડિશામાં પણ વાવાઝોડું અમ્ફનની વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યના સૌથી વધુ પ્રભાવીત વિસ્તારોમાં પારાદીપ., બાલાસોર, અને કેન્દ્રપાડા જિલ્લાનો સમાવેશ થાય છે. ઓડિશામાં પણ પ્રચંડ હવાઓની સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઓડિશામાં 1 લાખ 58 હજારથી વધુ લોકોને NDRFએ સુરક્ષીત સ્થળો પર ખસેડ્યાં છે. આ ઉપરાંત ઓડિશામાં તંત્ર દ્વારા રાહત-બચાવની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના વિશેષ રાહત આયુક્ત પી.કે.જેનાએ જણાવ્યું હતું કે, ટીમને પહેલે થી જ તૈનાત કરવામાં આવી ચુકી હતી. તો NDRFના મહાનિદેશકે જણાવ્યું હતું કે, આધુનિક ઉપકરણો અને સાધનો સાથે ટીમ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. ...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply