1 જુનથી શરૂ થનારી 200 ટ્રેનનું આજથી બુકિંગ શરૂ
Live TV
-
માત્ર IRCTCની વેબસાઈટ અથવા એપ દ્વારા ટિકિટ બુક કરી શકાશે, ટ્રેનમાં એસી, નોન એસી અને જનરલ એમ તમામ પ્રકારના કોચ હશે
રેલવે મંત્રાલયે 1 જૂનથી શરૂ થનારી 200 ટ્રેનોની યાદી બહાર પાડી છે. જે માટેની ટિકિટ બુકિંગ પ્રક્રિયા પણ આજથી શરૂ થશે.જે માત્ર IRCTCની વેબસાઈટ અથવા એપ દ્વારા કરી શકાશે,. ટિકિટ ખરીદવા માટે કોઈપણ રેલ્વે સ્ટેશન પર કાઉન્ટર નહીં ખુલી શકે. રેલવે મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ ટ્રેઈનોમાં એસી, નોન એસી અને જનરલ એમ તમામ પ્રકારના કોચ હશે. આ પહેલા મંગળવારે માત્ર નોન એસી ટ્રેઈનો દોડાવવાના માહિતી આપવામાં આવી હતી. રેલવે તરફથી બહાર પાડવામાં આવેલી યાદીમાં દુરંતો, સંપર્ક ક્રાંતિ, જનશતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ જેવી ટ્રેઈન પણ સામેલ છે. રેલવેએ કહ્યું છે કે, આરક્ષણ વગર મુસાફરીની પરવાનગી આપવામાં આવશે નહીં, અને જનરલ કોચ માટે પણ ટિકિટ બુક કરાવવાની રહેશે. આ ટ્રેઈનમાં પડદા અને ચાદર નહીં આપવામાં આવે તેમજ લગભગ ટ્રેઈનમાં ભાડું પહેલાંની જેમ જ સામાન્ય રહેશે,. તો શ્રમિક ટ્રેઈન અને સ્પેશિયલ શ્રમિક ટ્રેઈનનું સંચાલન પણ યથાવત રહેશે. આ તમામ ટ્રેઈનોમાં મુસાફરો માટે ફેઈસ માસ્ક, અને આરોગ્ય સેતુ અનિવાર્યની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવું ફરજીયાત રહેશે...
