Skip to main content
Settings Settings for Dark

પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં 6,400 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પ્રવાસે.તેમણે પ્રૉજેક્ટ્સ સાથે જોડાયેલા પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા 5 હજાર કરોડના કાર્યક્રમ 'સમગ્ર કૃષિ વિકાસ કાર્યક્રમ' રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી પ્રવાસન ક્ષેત્રના વધુ પ્રોત્સાહન માટે સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ 1 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 52 પ્રવાસન ક્ષેત્રના પ્રૉજેક્ટ્સ લોન્ચ કર્યા. 

    તેમેણે ​​શ્રીનગરમાં રૂ. 6,400 કરોડની અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો વિકાસ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રી પ્રવાસન સંબંધિત પ્રથમ દેશવ્યાપી પહેલ, દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ-2024 લોન્ચ કરી. પ્રધાનમંત્રીએ NRI ને અતુલ્ય ભારતના એમ્બેસેડર બનવા અને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવા માટે ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાનની પણ શરૂઆત કરી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં 6400 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન તેમણે 'વિકસિત ભારત, જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રધાનમંત્રીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે.સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનો વિકાસ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કેન્દ્રશાસિત પ્રદેશની તેમની મુલાકાત પર આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, પૃથ્વી પર સ્વર્ગ આવવાની અનુભૂતિ શબ્દોમાં કહી શકાય તેમ નથી. તેઓ જમ્મુ અને કાશ્મીરના લોકોના દિલ જીતવા માટે સખત મહેનત કરી રહ્યા છે અને વધુ જીતવાનો પ્રયાસ કરતા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, નવા જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ પડકારને પહોંચી વળવાની હિંમત છે અને આની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.

    પ્રધાનમંત્રીએ મહિલા સિદ્ધિઓ, લાખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યમીઓ વગેરે સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો. પ્રધાનમંત્રીએ મહિલાઓના એક જૂથ સાથે પણ વાતચીત કરી જેમણે સરકારના સમર્થનથી બેકરી યુનિટ સ્થાપ્યું છે અને સફળતાપૂર્વક બિઝનેસ ચલાવી રહી છે. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓના તેમના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે તેમની સરકાર દેશના યુવાનોના વિચારોને સમર્થન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે હંમેશા તૈયાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply