EDના સમન્સનું પાલન ન કરવા બદલ રાઉઝ એવન્યૂ કોર્ટે CM કેજરીવાલને સમન્સ પાઠવ્યું
Live TV
-
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આઠ સમન્સ પાઠવ્યા બાદ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નથી થયા. ત્યારે હવે દિલ્હીની રાઉઝ એવન્યૂ કૉર્ટે પણ EDની અરજીને ધ્યાનમાં રાખી દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યું છે. કથિત દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ EDની બીજી ફરિયાદ પર દિલ્હીના CM કેજરીવાલને સમન્સ જારી કરવામાં આવ્યા છે. તેમને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઇડીએ મની લોન્ડરિંગની તપાસમાં સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના CM સામે કાર્યવાહીની માંગ કરતી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી હતી. નવી ફરિયાદ PMLAની કલમ 50 હેઠળ AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલને ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સનું પાલન ન કરવા સંબંધિત છે. અગાઉ, EDએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ મોકલ્યું હતું. EDએ 4 માર્ચે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા.એટલું જ નહી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દર વખતે સમન્સની તારીખે હાજર થવાની સ્પષ્ટ ના પણ પાડી દીધી હતી. ત્યારે હવે રાઉઝ એવન્યૂ કૉર્ટે 16 માર્ચે સુનાવણી માટે સમન્સ જાહેર કરી દીધું છે. એટલે હવે તો તેમણે કૉર્ટમાં હાજર થવું જ પડશે