Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ગુજરાત ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકરો સાથે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓના સૂચનો પર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત દરેક જિલ્લામાંથી ભાજપ સંગઠનનાં પેજ સમિતિનાં તમામ સભ્યો નમો એપના માધ્યમથી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. 

    ગુજરાતમાં વર્ષ 2022 ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા ચૂંટણીમાં પેજ પ્રમુખ અને બુથ પ્રમુખને પોતાના બુથમાં ઓછામાં ઓછું 75 ટકા મતદાન કરાવવામાં આવે તેવું સૂચન કર્યું હતું. સાથે જ નવા મતદારોના  રજીસ્ટ્રેશનની કામગીરી પણ ઝડપી કરવા સલાહ આપી હતી. ગુજરાતમાં ચાલતા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીએ કાર્યકરોને આડકતરી રીતે ચૂંટણીની તૈયારીમાં લાગી જવાના સંકેત આપ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply