પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કર્યો વાર્તાલાપ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં 11 રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 6 છોકરાઓ અને 5 છોકરીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા.
ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન ભવન ખાતે 11 બાળકોને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, બાળકો આપણા દેશની અમૂલ્ય સંપત્તિ છે. બાળકોની અદમ્ય હિંમત અને બહાદુરી વિશે જાણીને હું આશ્ચર્યચકિત છું. રાષ્ટ્રપતિએ 2047 ના ભારતને વિકસિત અને સમૃદ્ધ બનાવવા બાળકોને પ્રયત્નો કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા આગળ આવવા સૂચન કર્યું હતું. બાળ પુરસ્કાર એવોર્ડ મેળવનાર બાળકોમાં ગુજરાતના 10 વર્ષીય મલખમ ખેલાડી શૌર્યજીત ખૈરેનો પણ સમાવેશ થાય છે. કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ "યંગ હિરોઝ ઓફ ઈન્ડિયા" પુસ્તકનું વિમોચન કર્યું અને આ પુસ્તકની પ્રથમ કોપી રાષ્ટ્રપતિને આપવામાં આવી હતી.
