Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલ રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 11,125 કરોડના ખર્ચે નિર્મિત અમૃતસર-જામનગર ઇકોનોમિક કૉરિડોરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું લોકાર્પણ, આશરે રૂ. 10,950 કરોડનાં મૂલ્યનાં ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, પાવર ગ્રિડ દ્વારા આશરે રૂ. 1,340 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારી બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનનું લોકાર્પણ અને બિકાનેરમાં નવી 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હૉસ્પિટલનું લોકાર્પણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 450 કરોડના ખર્ચે બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને 43 કિલોમીટરની લંબાઈ ધરાવતી ચુરુ-રતનગઢ સેક્શન રેલવે લાઇનને બમણી કરવા માટે શિલારોપણ કર્યું હતું.

    અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યોદ્ધાઓની આ ભૂમિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, રાજ્યના વિકાસ માટે સમર્પિત લોકો હંમેશા એવી તક પ્રસ્તુત કરે છે, જે તેઓને દેશને વિકાસલક્ષી પરિયોજનાઓ સમર્પિત કરવા માટે પોતાની જાતને ઉપલબ્ધ કરાવે છે. 24,000 કરોડથી વધુની કિંમતની આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, રાજસ્થાનને ગણતરીના મહિનાઓમાં જ બે આધુનિક છ લેનના એક્સપ્રેસવે મળ્યા છે. પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરીમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ કૉરિડોરનાં દિલ્હી- દૌસા– લાલસોટ સેક્શનનાં ઉદ્‌ઘાટનને યાદ કરીને આજે અમૃતસર- જામનગર એક્સપ્રેસવેનાં 500 કિલોમીટરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું ઉદ્‌ઘાટન કરવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "એક રીતે જોઈએ તો નેશનલ હાઈવેની વાત કરીએ તો રાજસ્થાને બેવડી સદી ફટકારી છે." પ્રધાનમંત્રીએ ગ્રીન એનર્જી કૉરિડોર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હૉસ્પિટલ માટે બિકાનેર અને રાજસ્થાનના લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાન હંમેશા ક્ષમતાઓ અને સંભવિતતાઓથી ભરેલું રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વૃદ્ધિની આ સંભવિતતાને કારણે જ રાજ્યમાં વિક્રમજનક રોકાણ થઈ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ માટે અનંત સંભાવનાઓ હોવાથી કનેક્ટિવિટીને હાઈ-ટેક બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ફાસ્ટ સ્પીડ એક્સપ્રેસવે અને રેલવેથી પ્રવાસનની તકોને વેગ મળશે, જેનો લાભ રાજ્યના યુવાનોને મળશે.

    ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તે રાજસ્થાનને હરિયાણા, પંજાબ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સાથે જોડશે, ત્યારે જામનગર અને કંડલા જેવાં મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક બંદરો પણ બિકાનેર અને રાજસ્થાનથી સુલભ બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિકાનેર અને અમૃતસર અને જોધપુર વચ્ચેનું અંતર ઘટશે તેમજ જોધપુર અને ગુજરાત વચ્ચેનું અંતર પણ ઘટશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતો અને વ્યવસાયોને મોટો લાભ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત કરશે." તેમણે ઓઇલ ફિલ્ડ રિફાઇનરીઓ સાથે વધેલી કનેક્ટિવિટી પર પ્રકાશ પાડ્યો હતો, જે પુરવઠો મજબૂત કરશે, જેથી દેશમાં આર્થિક વિકાસને વેગ મળશે.

    રેલવે લાઇનને બમણી કરવા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં રેલવેના વિકાસને પ્રાથમિકતા આપવા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે 2004-2014ની વચ્ચે રાજસ્થાનને રેલવે માટે દર વર્ષે સરેરાશ 1000 કરોડ રૂપિયાથી ઓછા મળ્યા હતા જ્યારે 2014 પછી, રાજ્યને દર વર્ષે સરેરાશ 10,000 કરોડ રૂપિયા મળ્યા હતા.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માળખાગત સુવિધાને વેગ આપવાથી સૌથી વધુ લાભ નાના ધંધાર્થીઓ અને લઘુ ઉદ્યોગોને થશે. તેમણે બિકાનેરના આચાર, પાપડ, નમકીનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, વધુ સારી કનેક્ટિવિટી સાથે આ નાના ધંધાઓ તેમનાં ઉત્પાદનોને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવા સક્ષમ બનશે.

    રાજસ્થાનના વિકાસ માટેના પ્રયાસો ચાલુ રાખતાં પ્રધાનમંત્રીએ લાંબા સમયથી ઉપેક્ષિત સરહદી ગામડાઓ માટે વાઇબ્રન્ટ વિલેજ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. "અમે સરહદી ગામોને દેશનાં 'પ્રથમ ગામો' જાહેર કર્યાં છે. આ વિસ્તારોમાં વિકાસ તરફ દોરી જાય છે અને આ વિસ્તારોની મુલાકાત લેવા વિશે દેશના લોકોમાં નવી રુચિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

    પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં કરણી માતા અને સાલાસર બાલાજીનાં આશીર્વાદ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, રાજ્ય વિકાસની ટોચ પર હોવું જોઈએ. એટલા માટે ભારત સરકાર પોતાની પૂરી તાકાતથી રાજસ્થાનના વિકાસ માટે કામ કરી રહી છે. તેમણે એવી આશા સાથે સમાપન કર્યું કે દરેકના સંયુક્ત પ્રયત્નોથી રાજસ્થાનનાં તમામ વિકાસ લક્ષ્યો સાકાર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply