Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા કાર્યક્રમમાં 71 હજાર નવ નિયુક્તોને નિયુક્તિ પત્ર આપ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળાના અંતર્ગત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 71 હજાર જેટલા નવ નિયુક્તોને નિયુક્તિ પત્ર આપ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળાના અંતર્ગત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 71 હજાર જેટલા નવ નિયુક્તોને નિયુક્તિ પત્ર આપ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાઓને સંબોધિત પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2023ની શરૂઆત ઉજ્જવળ ભવિષ્યની નવિ આશાઓ સાથે થઈ છે. એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં રોજગાર મેળાનું આયોજન કરાશે.

    આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર જે સંકલ્પ લે છે તેને સિદ્ધ કરીને બતાવે છે. બદલાતા ભારતમાં રોજગાર અને સ્વ રોજગારના અવસર સતત બની રહ્યાં છે. આ રોજગાર મેળો રોજગારી પુરી પાડવાની સરકારની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે સહાયક છે. આશા છે કે, રોજગાર મેળો આગળ રોજગારીના સર્જનમાં એક ઉતપ્રેરક તરીકે કાર્ય કરશે. અને યુવાઓને તેમના શસક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે સાર્થક અવસર પ્રદાન કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply