Skip to main content
Settings Settings for Dark

બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીનો કર્યો ઈન્કાર

Live TV

X
  • બિહારમાં હાલ ચાલી રહેલી જાતિ આધારીત વસ્તી ગણતરીની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં આજે સુનાવણી થઈ હતી.

    બિહારમાં હાલ ચાલી રહેલી જાતિ આધારીત વસ્તી ગણતરીની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં આજે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજી પર આગળ સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટીસ બી.આર ગવાઈની બેન્ચે આ અંગે કહ્યું હતું કે, અરજીકર્તાએ પબ્લીસીટી મેળવવા માટે આ અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે. 

    અરજી કરનારની દલિલ હતી કે, વસ્તી ગણતરી કરાવવાનો અધિકાર કેન્દ્ર સરકારને છે. રાજ્ય સરકારને વસ્તીગણતરી કરવાનો અધિકાર નથી. મહત્વનું છે કે, બિહારમાં ચાલી રહેલી જાતિ અધારિત વસ્તી ગણતરીના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. 

    બિહાર સરકારના એજન્ડામાં જાતિ આધારિત વસ્તીગણતરી શામેલ છે. અત્યારે રાજ્યમાં જાતિ આધારિત વસ્તીગણતરીની પ્રકિયા ચાલી રહી છે. આ પ્રકારની વસ્તી ગણતરીને રદ્દ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply