Skip to main content
Settings Settings for Dark

G-20 સંગઠનની પર્યાવરણ અને આબોહવા અંગેની એક કાર્યશાળાનો બેંગલુરૂમાં પ્રારંભ

Live TV

X
  • જી-ર૦ સંગઠનની પર્યાવરણ અને આબોહવા અંગેની એક કાર્યશાળાનો બેંગલુરૂમાં આરંભ થયો છે. બધા જ રાજયોના વન વિભાગના અધિકારીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સ્થાનિક પ્રભાવ ધરાવતાં અગ્રણીઓ, પ્રસાર માધ્યમો અને અન્ય પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઇ રહયાં છે. બેંગલુરૂમાં આજથી શરૂ થયેલી બેઠકમાં દેશના બધા જ રાજયોમાં અમલમાં મુકાયેલ શ્રેષ્ઠ પધ્ધતિઓનું સંકલન કરાશે અને જી-ર૦ સંગઠનના આવતા મહિને યોજાનારી કાર્યકારી જુથની બેઠકમાં તેને રજુ કરાશે. ઉલ્લેખનીય છે કે જી-ર૦ સંગઠનના પર્યાવરણ અને આબોહવાને લગતી  સાતત્ય અંગેની કાર્યકારી જુથની બેઠક આગામી નવ થી અગીયાર ફેબ્રુઆરીએ યોજાવાની છે. જી-ર૦ સંગઠનનું કાર્યકારી જુથ જમીનની ગુણવત્તા ટકાવી રાખવા તેમજ જૈવ-વૈવિધ્યના રક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની છે. આ બેઠકમાં વનમાં લાગેલી આગ અને ખાણકામના લીધે વનના જે વિભાગને વધુ અસર થઇ હોય ત્યાં વૃક્ષોના વાવેતર ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. સમગ્ર દેશમાં જી-ર૦ સંગઠનના પર્યાવરણ અંગેની કાર્યકારી જુથની કુલ ચાર બેઠકો યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply