Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 70 હજારથી વધુ લોકોને રોજગારી અંગેના નિમણૂક પત્રો એનાયત કર્યા

Live TV

X
  • ટપાલ વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિતના જુદા જુદા કેન્દ્ર સરકારના મંત્રાલય તેમજ વિભાગોમાં આ નવી ભરતી કરવામાં આવી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા અંતર્ગત વર્ચુયલ માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70 હજારથી વધારે ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નવા નિમણૂક પામેલાઓને સંબોધન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, થોડા જ વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ક્ષેત્રમાં રોજગારીની તકો વધવાની સાથે સામાન્ય નાગરિકની આવકમાં પણ વધારો થશે. 

    દેશભરમાં 44 સ્થળોએ આ રોજગાર મેળો યોજાયો. અમદાવાદમાં રોજગાર મેળામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માન્ડવિયા જ્યારે વડોદરામાં યોજાનાર રોજગાર મેળામાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.

    કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ટપાલ વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિતના જુદા જુદા કેન્દ્ર સરકારના મંત્રાલય તેમજ વિભાગોમાં આ નવી ભરતી કરવામાં આવી છે. નવી નિમણૂક પામેલા ઉમેદવારોને ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply