રાજધાની દિલ્લી પર ફરી એક વખત પૂરનો ખતરો, યમુના નદીની જળ સપાટી ફરી ખતરાના નિશાનની ઉપર પહોંચી
Live TV
-
યમુના નદીના જળસ્તરમાં વધારો નોંધાતા ફરી એકવખત રાજધાની દિલ્લી પર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. 22 જુલાઈથી યમુનાના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે
રાજધાની દિલ્હીમાં યમુનાની જળ સપાટી ફરી ખતરાના નિશાનની ઉપરથી વહી રહી છે. યમુના નદીની જળસપાટી 205 મીટરથી ઉપર છે. જેના કારણે દિલ્લીમાં ફરી એક વખત પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થવાના કારણે અને હથિનીકુંડ બેરેજથી પાણી છોડવામાં આવતા રાજધાની દિલ્લીમાં યમુના નદીના જલ સ્તરમાં ફરીથી વધારો નોંધાયો છે. 22 જુલાઈથી યમુનાના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 23 જુલાઈની સવારે યમુના નદીનું જળ સ્તર 205.81 મીટર નોંધાયુ છે. જેને લઈ ફરી એક વખત પૂરની સ્થિતિને લઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ રાજધાની દિલ્હીમાં સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારમાં, હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે નોઇડામાં હિંડન નદીની જળસપાટી વધવાથી લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ગાઝિયાબાદમાં પણ પૂર જેવી સ્થિતી છે. વહીવટીતંત્ર કેટલાક વિસ્તારના ઘર ખાલી કરાવી રહ્યું છે. NDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તો, આસામમાં પુરની સ્થિતીમાં સુધારો આવ્યો છે.પુર અસરગ્રસ્તોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જોકે રાજ્યના 4 જિલ્લા હજી પુરના પાણીમાં ડૂબેલા છે.
