મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતી સર્જાઈ, દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લીધે જનજીવન બન્યું અસ્તવ્યસ્ત
Live TV
-
દેશના કેટલાક રાજ્યમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.મહારાષ્ટ્રના યવતમાલ ખાતે ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતી સર્જાઇ છે. કેટલાક વિસ્તારમાં પુરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા એર લીફ્ટ કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્રમાં ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુંબઇમાં આ મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે..જેમાં કુલ 8 ઈચ વરસાદ નોંધ્યો છે. મુંબઇ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે હાલ મુંબઇમાં સડક વ્યવહાર યથાવત છે. તો બીજી તરફ હિમાચલમાં ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો છે.
