Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબનો પ્રવાસ કરશે

Live TV

X
  • આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુર પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 42,750 કરોડ રૂપિયાથી વધુ રકમની વિવિધ વિકાસ પરિયોજનાઓનું  શિલાન્યાસ કરશે. આ પરિયોજનામાં દિલ્હી-અમૃતસર- કટરા એક્સપ્રેસ વે અને અમૃતસર- ઉના ખંડને ચાર લેનમાં બદલવામાં આવશે. મુકેરિયા-તલવાડા નવી રેલવે લાઈન, ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્રનો પણ સમાવેશ છે. પ્રધાનમંત્રી ક્પુરથલા અને હોશિયારપુરમાં બે નવી  મેડિકલ કોલેજની પણ આધારશીલા રાખશે, સાથે પંજાબમાં બે મુખ્ય રોડની આધારશીલા રાખશે. આશરે 39,500 કરોડ રૂપિયાની કુલ રકમનો 669 કિલોમીટર લાંબો દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે વિકસિત કરવામાં આવશે. જેમાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે ને મુખ્ય શીખ ધાર્મિક સ્થળોથી જોડવામાં આવશે. એક્સપ્રેસ વે હરિયાણા, ચંડીગઢ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્ય આર્થિક કેન્દ્રોથી જોડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply