પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે NDA જૂથોના સાંસદો સાથે બેઠક કરશે
Live TV
-
2024ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA જૂથોના સાંસદો સાથે બેઠક કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ઉત્તર પ્રદેશના કાશી, ગોરખપુર અને અવધ ક્ષેત્રના NDA જૂથો ના સાંસદો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે.
પ્રધાનમંત્રી આજે તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના NDA સાંસદોને પણ મળશે.
સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ અને બ્રિજ પ્રદેશના NDA સાંસદોના જૂથો સાથે તેમજ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના NDA સાંસદો સાથે બેઠકો કરી હતી.
ચૂંટણી પ્રયાસોમાં, એનડીએના ઘટક પક્ષો માં વધુ સુમેળ લાવવાના પ્રયાસોના ભાગરૂપે જૂથોની રચના કરવામાં આવી છે.
