પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરી. આ વર્ષે, NCCની સ્થાપનાનાં 75 વર્ષની ઉજવણી ચાલી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી NCCના 75 વર્ષોની સ્મૃતિમાં એક ખાસ ટપાલ કવર અને 75 રૂપિયાના મૂલ્યના સ્મારક સિક્કાનું વિમોચન કર્યુ હતું. આ રેલી સાંજે યોજાઈ હતી અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વસુધૈવ કુટુમ્બકમની ભારતીય ભાવના મુજબ, 19 દેશોના 196 અધિકારીઓ અને કેડેટને પણ આ રેલીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
