Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય દળની બેઠક આજે નવી દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં મળી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય દળની બેઠક આજે નવી દિલ્હીમાં સંસદ ભવન સંકુલમાં મળી હતી.

    બેઠક બાદ મીડિયાને સંબોધતા સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને આવતીકાલથી ભ્રષ્ટાચાર, નેપોટીઝમ અને વોટ બેંકની રાજનીતિ સામે દેશવ્યાપી અભિયાન માટે બોલાવ્યા છે. 

    તેમણે કહ્યું કે, આ મહિનાની 14મી તારીખે વિભાજન વિભિષિકા દિવસની ઉજવણી કરવામાં આવશે અને 15મી ઓગસ્ટે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મંત્રીએ વિરોધ પક્ષો દ્વારા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

    તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર પાસે બહુમત સાબિત કરવા માટે સંખ્યા છે. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, ડૉ એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન સહિત અન્ય લોકો હાજર હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply