Skip to main content
Settings Settings for Dark

સંસદમાં અંતર-સેવા સંગઠન બિલ 2023 પસાર, કેન્દ્ર સરકાર એક અંતર-સેવા સંગઠનનું ગઠન કરી શકે છે

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, નવા પડકારોનો સામનો કરવા માટે ત્રણેય સેવાઓ સમન્વય સાથે કામ કરે તે જરૂરી છે.

    સંસદે અંતર-સેવા સંગઠન બિલ 2023 પસાર કર્યું છે. રાજ્યસભાએ 8 ઓગસ્ટના રોજ આ બિલ પસાર કર્યું અને લોકસભાએ 4 ઓગસ્ટના રોજ આ બિલ પસાર કર્યું હતું. આ બિલ અંતર-સેવા સંગઠનોના પ્રમુખોને તેમની કમાન અંતર્ગત આવતા કર્મીઓ પર અનુશાસનાત્મક અને પ્રશાસનિક નિયંત્રણ રાખવાનો અધિકાર આપે છે. આ બિલ સેના, નૌસેના અને વાયુસેનાના તમામ કર્મીઓ અને કેન્દ્ર સરકારના અન્ય દળોના કર્મીઓ પર પણ લાગુ થશે. આ બિલ અનુસાર કેન્દ્ર સરકાર એક અંતર-સેવા સંગઠનનું ગઠન કરી શકે છે, જેમાં ત્રણેય સેવાઓમાંથી ઓછામાં ઓછા બે કર્મીઓ હશે.

    રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, નવા પડકારોનો સામનો કરવા માટે ત્રણેય સેવાઓ સમન્વય સાથે કામ કરે તે જરૂરી છે. આ કારણોસર ત્રણેય સેવાઓના કર્મીઓને સાથે રાખીને અંતર સેવા સંગઠન બનાવવામાં આવે છે, જે એકીકૃત રીતે કામ કરશે. આ બિલનો ઉદ્દેશ્ય સશસ્ત્ર બળોમાં અનુશાસનની પરંપરાને મજબૂત કરવાનો છે. આ બિલ અંતર-સેવા સંગઠનોના પ્રમુખોને વધુ અનુશાસનાત્મક અને પ્રશાસનિક શક્તિઓ પ્રદાન કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply