Skip to main content
Settings Settings for Dark

શહીદ વીરોના સમ્માન માટે આજથી રાષ્ટ્રવ્યાપી ‘મારી માટી મારો દેશ’ અભિયાનની શરૂઆત

Live TV

X
  • વીરોના સમ્માનમાં પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન અને વીરોને વંદન જેવા કાર્યક્રમનું પણ આયોજન થશે.

    દેશ માટે પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે દેશવ્યાપી ‘મારી માટી મારો દેશ’ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન આજથી 30 ઓગસ્ટ સુધી ચાલશે. જે હેઠળ સમગ્ર દેશમાં રાજ્ય, ગામ અને બ્લોકસ્તરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનમાં સ્વતંત્રતા સેનાનીઓ અને સુરક્ષાબળોને સમર્પિત સ્મારક પટ્ટીઓ લગાવવામાં આવશે. વીરોના સમ્માનમાં પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન અને વીરોને વંદન જેવા કાર્યક્રમનું પણ આયોજન થશે.

    આ અભિયાન હેઠળ ‘અમૃત કળશ યાત્રા’ કાઢવામાં આવશે, જેમાં દિલ્હીમાં ‘અમૃત વાટિકા’ બનાવવા માટે 7,500 કળશમાં દેશના ખૂણે ખૂણેથી માટી લાવવામાં આવશે. આ ‘અમૃત વાટિકા’ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે. આ અભિયાન 12 માર્ચ 2021ના રોજ શરૂ થયેલ આઝાદી કા અમૃત મહોત્સવનો સમાપન કાર્યક્રમ છે. આઝાદી કા અમૃત મહોત્સવમાં વ્યાપક સાર્વજનિક ભાગીદારી જોવા મળી છે, જેમાં સમગ્ર દેશમાં 2 લાખથી વધુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply