Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં આજે પણ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા ચાલુ રહેશે, અમિત શાહ સહિત અન્ય મંત્રી ચર્ચામાં ભાગ લેશે

Live TV

X
  • સત્તાપક્ષ તરફથી શાસક પક્ષના સાંસદ નિશિકાંત દુબેએ ચર્ચામાં ભાગ લીધો હતો.

    લોકસભામાં આજે પણ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ રજૂ થયેલી, અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા ચાલુ રહેશે. સત્તા પક્ષ તરફથી આજે અમિત શાહ અને સ્મૃતિ ઇરાની સહિત અન્ય મંત્રી, ચર્ચામાં ભાગ લેશે. આ પહેલાં ગઇકાલે સરકાર વિરૂદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પર કોંગ્રેસ સાંસદ, ગૌરવ ગોગોઇએ ચર્ચાનો આરંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, વિરોધપક્ષે મણિપુર મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે, ‘મણિપુર રાજય ન્યાય ઇચ્છે છે માટે, ઇન્ડિયા મોરચાએ ગૃહમાં આ દરખાસ્ત રજૂ કરી છે.’  સત્તાપક્ષ તરફથી શાસક પક્ષના સાંસદ નિશિકાંત દુબેએ ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે વિરોધપક્ષની  એકતા સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે એક સમચાર પોર્ટલમાં થતાં, વિદેશી ફંડિગનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ચર્ચામાં ભાજપના ટીએમસી સૌગતા રોય, એનસીપીના સુપ્રિયા સુલે સહિતિ વિવિધ પક્ષોના સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply